તું મનમાં
તારા વિચારોની કતાર લાગી છે મનમાં,
ખબર નથી ક્યારે પુરી થશે એ મનમાં...
તારી યાદો નો વરસાદ લઇને આવી છે મનમાં,
ખબર નથી એ યાદો ઉભરાશે ક્યારે મનમાં...
તારા ચેહરાની છબી દેખાય છે મનમાં,
ખબર નથી એ હકીકત બનશે ક્યારે મનમાં...
બાજુમાં ઉભી છે એવો અહેસાસ કરું છુ મનમાં,
ત્યારે જ શાંતીનો અનુભવ થાય છે મનમાં...