ક્ષણભર કોઈ સામે આવીને અટકી ગયું,
મન જાણીતા રસ્તે આવીને ભટકી ગયું .
જોયું સજનવા એ અનિમેષ પલકો વડે ,
હીરલા જેવું હ્રદય હાથમાંથી છટકી ગયું .
સાબુત રાખ્યું વર્ષો ,અલગારી થઇને મેં ,
સ્પર્શી એની ધડકન, પલમાં બટકી ગયું .
ઢાળેલી પાંપણે દીધા જવાબ શરમાઈને ,
મૌન સમજે ના ,નાસમજનું ખટકી ગયું.
દીપાવ્યા શમણાંઓ, એના મેં ચાંદ-સિતારે ,
ધબકતું દિલડું આભ સમ લટકી ગયું .