ઉતાવળો છું બહુ,
પણ તારી રાહ જોવાની ગમશે.
જિદ્દી છું બહુ,
પણ તારી વાત માનવાની ગમશે.
બેદરકાર છું બહુ,
પણ તારી ચિંતા કરવાનું ગમશે.
ટેવાયેલો છું હું એકલો રહેવા,
પણ તારો સાથ મળશે તો ગમશે.
દૂર છું મારાં સપનાઓથી,
પણ તારા સપના પુરા કરવા ગમશે
ખુદ ના અસ્તિત્વ ને ભૂલી ને,
તારા માં ખોવાઈ જવાનું ગમશે - પ્રિન્સ