ભરેલો હતો સાગર વિશાળ પણ ના બોલાયું,,,
વેદના હતી અપાર પણ ના બોલાયું,,,
આંખો એ કર્યા પ્રશ્નો હજાર પણ ના બોલાયું,,,
સાથે વીતાવ્યો સમય મજેદાર પણ ના બોલાયું,
જતા જોઈ રહ્યો એમને પેલીપાર પણ ના બોલાયું,,
એકલો થઈ ગયો મઝધાર પણ ના બોલાયું,,
મળી ગયો આ ગમ રૂપી ઉપહાર પણ ના બોલાયું,,
ભરેલો હતો સાગર વિશાળ પણ ના બોલાયું...