#AB ?kunjdeep..
અનાધાર વરસી
પડ્યો આ મેઘ આજે
જયારે ધરતી એ
પૂછયું તું કેમ છે?
આપ્યું તું વચન તને,
તને હું મળવા આવીશ
પણ તે પૂછયું જ મને
આજે તું કેમ છે?
તરસી રહયો હતો
વરસોથી તારા વિરહમાં
ને તેં પૂછયું મને
આજે તું કેમ છે?
લે વરસી પડયો હું
અને મારો પ્રેમ બંને
હવે ન પૂછીશ મને
આજે તું કેમ છે?
-કુંજદીપ.?