English Quote in Story by Badubha Sodha

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

: ધણીની નિંદા ! :

ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?”

“બાપુ ! ભેાજ ખાચરનાં પડનાં જ ઘરવાળાં.”

મૂછો ઉપર હાથ દઈને વાઘેલા રાજા બેઠો થઈ ગયો. એણે આજ્ઞા કરી : “ઘોડાં ! ઘોડાં ! ઘોડાં સાબદાં કરો ! આજ કાઠીએાનેય ખબર પાડીએ કે રજપૂતોનાં વેલડાં લૂંટતાં કેટલી વીસે સો થાય છે. ભેાજ ખાચરના ઘરની આઈઓ તે મારી મા-બહેનો છે. હું રજપૂત છું. પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અનીતિના મારગ છંડાવી દેવા છે.”

ભારોજી રાજ ચડ્યો. સમાણીના થાનકમાં કાઠિયાણીઓને ખબર પડ્યા કે વાઘેલા રાજા એાજણાં વાળવા આવે છે. કુંજડીઓની માફક કાઠિયાણીઓના કળેળાટ બોલ્યા. અબળાએાને એકેય દિશા સૂઝતી નથી. એણે ચારે દિશામાં આકુળવ્યાકુળ નજર નેાંધી. સામે એક ગામડું દેખાણું: પૂછ્યું : “ભાઈઓ, કયું ગામ ?”

“ઉતેળિયું.” ગાડાખેડુએાએ કહ્યું.

“કોનું ગામ ?”

“વાઘેલાનું, આઈ! એ બધા પણ ભારાજીના ભાયાત થાય છે. ” [ ૧૩૬ ] “ફિકર નહિ, બાપ ! આપણાં વેલડાં ઉતેળિયાના ઝાંપામાં દાખલ કરી દ્યો. એ રજપૂત હશે તો નક્કી આપણાં રખવાળાં કરશે.”

કાળો કળેળાટ બોલી ગયો. વેલડાં ઉતેળિયાના ગઢમાં જઈ ઊભાં રહ્યાં. દરબારને બધી હકીકતની જાણ થઈ. એણે કહેવરાવ્યું : “આઈઓ ! હયે જરાય ફડકો રાખશો મા. ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી લગાડે !”

ભારોજી ભાલું હિલોળતા આવી પહોંચ્યા. ઉતેળિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું : “ ભા ! રજપૂતનો ધર્મ તને શીખવવાનો હોય ? આંહી ગઢમાં પગ મૂકીશ તો સામસામાં લેાહી છંટાશે. બાકી, હા, ઉતેળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે.”

રજપૂતે રજપૂતની આંખ એાળખી લીધી. ભારોજી પાછો ફરી ગયેા.

ઉતેળિયાના ઠાકોરે ભડલી સમાચાર પહોંચાડ્યા. ભેાજ ખાચર મેાટી ફોજ લઈને આવ્યા. કાઠિયાણીઓ તો ભડલી ભેળી થઈ ગઈ, પણ ભેાજ ખાચરના મનનો ડંખ કેમ જાય ? બોરુ ગામને માથે ભોજ ખાચરના ભૈરવ જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટક્યા અને એ ધીંગાણામાં ભારોજી કામ આવ્યા. ભેાજ ખાચર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેતા ગયા.

સ્વામીનો ઘાત થયો સાંભળી ભારોજીની રજપૂતાણીને સત ચડ્યું, કાયા થરથર કંપી ઊઠી, પણ ચિતામાં ચડાય શી રીતે ? ધણીનું માથું તો ખોળામાં જોઈએ ને ! રાણીએ સાદ નાખ્યો : “લાવો, કોઈ મારા ધણીનું માથું લાવો. મારે ને એને છેટું પડે છે.”

ચારણ બોલ્યો: “માથું તેા ભોજ ખાચર ભેળું ગયું. [ ૧૩૭ ] અમે બધાય જઈને ત્યાં મરીએ તોયે એ માથું નહિ કાઢે. એ ભોજ છે, કાળમીંઢ છે.”

“એ બાપ ! મારા નામથી વિનવણી કરજે.”

“ભોજનું હૈયું એવી વિનવણીથી નહિ પીગળે. રજપૂતાણીના તરફડાટ જોવામાં એ પાપિયાને મોજ પડશે.”

“ચારણ ! મારા વીર ! તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખૂટી ગઈ?”

“મા, એક જ ઉપાય છે – બહુ હીણો ઉપાય છે : મારું સૂડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે. ખમજો, હું લઈને જ આવું છું.”

એમ કહીને ચારણ ચડ્યો; મોઢુકામાં આવીને આપા ભેાજને એણે સમાચાર કહેવરાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે. ડાયરામાં જઈને “ખમ્મા ભેાજલ ! ખમ્મા કાઠી ! ખમ્મા પ્રજરાણ !” એવા કંઈક ખમકાર દઈને આપા ભોજનાં વારણાં લીધાં, મધુર હલકથી એણે દુહા ઉપાડ્યા :

ભોજા, બંધ ભારા તણા, કાપ્યા કરમાળે પૂળા ૫વાડે, તેં વેરાડ્યા વેળાઉત !

English Story by Badubha Sodha : 111198447
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now