શું ખોવાયું ' વાયુ' તારું કે તું એને શોધે છે?
કોઈને કનડવામાં આખરે શું તને લાધે છે?
ભય તારો આમજનતાને હરપળ સતાવતો,
બાગબગીચા ઉજજડ કરી શું તું સાધે છે?
સમદરનેય ઉછાળનારું મોજાં ઊંચાં છલાંગે,
કેવાં કરતૂત તારાં કે નવાં નખરાં તને જાગે છે?
પૂછ રંકજનોને શી દશા કરી ગૃહત્યજાવીને,
કે પછી સમયાંતરે તું દંડ દરેક પાસે માગે છે!
પૂછ કૃષિકારોને કે નુકશાને નફરત વરસાવતા,
બહુ થયું બળવંત ભગાડીએ કે તું ભાગે છે?
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '