પૈસા
પૈસા ના છે બધે જ, ચારેકોર છે બોલ બાળા
આજના યુગમાં છે બધાંને પૈસા જ વહલા
પૈસાવાળો હોય તું, તો આપોઆપ, બધાં તારા ;
નહિ તો ભઈલા, કોણ તારા ને કોણ મારા !
પૈસા પાછળ માનવ કુતરા ની માફક ચાટતો આવે
જ્યાં પૈસો દેખાય ત્યાં જ એને ગમે અને ફાવે .
સઘળાં એવું માને કે, લક્ષ્મી, લક્ષ્મી ને ખેંચી પૈસો લા વે.
ગરીબ આપ્તજનથી એ અકળાય. હવે એને, એ ન ભાવે.
એવા આપ્તજન પૂરી ન કરી શકે, એની મોટી મોટી આશ.
જેમ પૈસો આવે, તેમ તેમ વધે પૈસા માટે પ્યાસ.
પૈસા પચાવી શકે કોઈક જ વિરલા, જે હોય ખાસ;
કારણ, પૈસો આપે અહમ અને ગર્વ; નોતરે એ સર્વનાશ.
સાવધાન રહેવું જોઇએ અતિશય પૈસા ના લોભ થી.
Armin Dutia Motashaw