Gujarati Quote in Story by Yash Somaiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વવાઝોડું ... ?

આવશે વાવાઝોડું ... આવશે વાવાઝોડું ... ઢંઢેરો પીટતો મિથુન સાઇકલ લઈને નીકળો તો . મિથુન એટલે રોજ સવારે આખી સોસાયટી ચોખ્ખી કરે અને મહિને બંધાવેલા ગ્રાહકના બાઈક - કાર સાફ કરે .. પ્રિય બધાનો પણ આજે બધા તેને નફરતથી જોઈ રહ્યા હતા કેમ કે આખીય સોસાયટીના લોકો પ્રાર્થના કરતા હતા કે આ વાવાઝોડું ના આવે બસ ... પણ અહીં મિથુન તો !!! કરશનકાકા પૂછે છે કેમ ભાઈ મિથુન આવો ઢંઢેરો ?? નિખાલતાથી કહે છે મિથુન કે , કાકા આ વાવાઝોડું કેટલુ સારું કહેવાય , મારા જેવા ગરીબ માણસને કેટલાય શેઠ લોકો રાશન આપી ગયા ....

કરશનકાકાને પોતાની જિંદગીનું વાવાઝોડું યાદ આવી ગયુ , જ્યારે એ તકલીફમાં હતા . રમીલા , એની પત્ની કેન્સર રોગ થઈ ગયો હતો અને સતત 1 મહિનો હોસ્પિટલમાં દાખલ રહી પછી એ ગુજરી ગઈ .... દવાખાનામાં રોજ બે ટંક જમવાનું આપવા આવતા મધુબા અને છોકરાઓને સાચવતા ઘરે તેમજ આ ખર્ચા એટલા થતા કે ના પૂછો વાત અને રમીલા છોડીને ચાલી ગઈ માથે દેવાળું અને મદદમાં આવ્યા તા બે - પાંચ અંગત ....

( વાવાઝોડું ,આમ તો બૌ સારું ... )

કરશનકાકા પણ ઢંઢેરો પીટવા લાગે છે આવશે વાવાઝોડું ... આવશે વાવાઝોડું ...

- યશ સોમૈયા ✍
આવાઝ

Gujarati Story by Yash Somaiya : 111194816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now