હ્રદયનાં દ્રાર ખુલ્લા રાખજો,એ હવે આવશે.
પુષ્પોને હાર ખુલ્લા રાખજો,એ હવે આવશે.
છત પર ટહુંકતા મોર રે,શુક્ન તે વધામણાં,
જાલવા હાથ ખુલ્લા રાખજો,એ હવે આવશે.
શ્રીફળ,કુમકુમ,બાજોઠીયુ ને ચંદનને,ચોખા,
કમાડ સાવ ખુલ્લા રાખજો,એ હવે આવશે.
સાચવેલા તુલસીને,સોહે પાન તે નાગરવેલ,
હૈયાને ભાવ ખુલ્લા રાખજો,એ હવે આવશે.
ખટકતી પાંપણે વિરહીવેળાની વસમી ઘડી,
કૈ હાવભાવ ખુલ્લા રાખજો,એ હવે આવશે.
પાંખડીઓ મહીં વેરાઈ મહેકતો મારો વાલમ,
સંસારે દાવ ખુલ્લા રાખજો એ હવે આવશે.
???????
??? ભૂષિત શુક્લ...
રાજકોટ
શબ્દ અલંકાર પરિવાર