#KAVYOTSAV -2
ખબર જ ના પડી ક્યારે તું મારા જીવન માં સમાઈ ગયો
કેમ કરતાં મારા દિલ પર હાવી થઈ ગયો ..
ધીરે ધીરે મારા અસ્તિત્વ માં એકાકાર થઈ ગયો
અજાણતાં જ મારા મન પર પ્રભાવી થઈ ગયો..
હતી મારી કંઇક અલગ જ પહેચાન સરળ વ્યક્તિ ની,
તું આવી ને મારી ઓળખ સાવ બદલાવી ગયો..
દુર્ઘટના ઘટે, તે સારું નહીં , તો યે ઈચ્છું કે થાય તારું મોત !
ધિક્કારું છું તને ખૂબ ,વગર કારણે તું ફાવી ગયો..
હા ,ઓ ' અહંકાર ' ! તું નોતરતો બસ ખાલી વિનાશ !
છોડ મને ! તો કહું તને કે માણસને ' માનવ ' બનાવી ગયો !