# Kavyotsav 2
ગઝલ - ભાગ્યે જ મળે છે
દિવસના જોવા તારા ભાગ્યે જ મળે છે
જેવું આભે મિનારા ભાગ્યે જ મળે છે
સાચા સંબંધો આજે ક્યાં ખોવાયા છે ?
સંબંધીઓમાં મારા ભાગ્યે જ મળે છે
આજે દિલ ફંફોસીને જોઈએ છીએ
એવું લાગે છે પ્યારા ભાગ્યે જ મળે છે
કેમ હવે મીઠાશ નથી મળતી વાણીમાં
કડવા છે,શબ્દો ખારા ભાગ્યે જ મળે છે
દીનની વસ્તીમાં જોયા સંપેલા લોકો
ધનવાનોમાં આ સારા ભાગ્યે જ મળે છે
જીવન સાગર ની નૈયા કિનારે આવે
ખાબોચિયું તરનારા ભાગ્યે જ મળે છે
કાલે સૌ સુખ દુઃખમાં પડખે ઊભા જોતા
આજે દર્દ સમજનારા ભાગ્યે જ મળે છે
ક્રાંતિકારીઓ જીવ્યા જ મર્યા સૌ માટે
આજે આવા મરનારા ભાગ્યે જ મળે છે.
-શ્વેતા તલાટી