Gujarati Quote in Jokes by પારૂલ ઠક્કર... યાદ

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Its A Fun Time:

પતિદેવ ઓફીસેથી ઘરે પાછા ફર્યા તો .... ટેલીવીઝન ઉપર ચીપકાવેલ એક કાગળ મળ્યો જેમાં વેકેશનમાં પિયર જતી પત્નિએ લખેલી સૂચનાઓ હતી...
હું છ સાત દિવસો માટે મારી મમ્મીને ધરે છોકરાંઓ સાથે જાઉં છું, આ નીચે લખેલી સૂચનાઓ માત્ર સૂચનઓ જ નહિ પણ વોર્નિંગ સમજજો...
૧-મારી ગેરહાજરીમાં મિત્રોને ધરે
ભેગા કરવા નહીં..ગયે વખતે બે
ખાલી બોટલો માળિયામાંથી મળી
હતી અને સોફા નીચેથી ચાર લાર્જ
સાઇઝ પીઝાનું બીલ મારા હાથમાં
આવ્યું હતું...
૨- બાથરૂમમાં ગયા વખતની જેમ
મોબાઇલ ભૂલી ના
જતા, કોઇને બાથરૂમમાં
મોબાઇલની શું જરૂર પડે તેજ
સમજાતું નથી....
૩-તમારા ચશ્મા બોક્સમાં સાચવીને
રાખજો. ગયા વખતે તે
રેફ્રરીજરેટરમાંથી મળ્યા હતા.
૪- કામવાળીને પગાર આપી દીધો
છે...તમારે વધારે અમીરાત
બતાવવાની જરૂરત નથી.
૫- સવાર સવારમાં પાડોશીને એમ
કહીને ખલેલ પહોંચાડતા નહીં કે
“ અમારે આજે છાપું નથી આવ્યું
તમારે આવ્યુ છે“ ???
આપણો અને તેમનો છાપાવાળો જુદો છે. અને હા આપણો ધોબી અને દૂધવાળો પણ જુદો છે.
૬- તમારા નિકર અને ગંજી કબાટની
ડાબી બાજુએ છે..જમણી બાજુએ
છોકરાંઓના છે...ગઈ વખતની
જેમ કહેતા નહી કે કામ કરતી
વખતે હું અનકમ્ફર્ટ અનુભવતો
હતો...
૭- તમારા બધાજ મેડીકલ રીપોર્ટસ
આપણે ગયા અઠવાડિયે કરાવી
લીધા છે અને બધાજ નોર્મલ છે
એટલે વારે વારે તબિયતને બહાને
'યંગ લેડી ડોકટર' પાસે દોડી ના જશો...
૮- મારી બહેન અને ભાભીનો
જન્મદિવસ ગયા મહીને આપણે
ઉજવી લીધો છે એટલે તે બહાને
ગમે ત્યારે તેમના ધરે જઈને ડીસ્ટર્બ
કરશો નહીં.
૯- મેં દસ દિવસ માટે વાઇ-ફાઇ બંધ
કરી દીધું છે એટલે નિરાંતે ઊંઘી જજો ...
૧૦- મારા પિયર જવાથી મનમાં ને
મનમાં ખુશ થઈને રાજી થવાની
જરૂર નથી કેમ કે આપણા
પાડોશીઓ મીસીસ ખન્ના,
મીસીસ અવસ્થી, મીસીસ
અંસારી, મીસીસ ત્રિવેદી, મીસીસ
કુલકર્ણી, મીસીસ રસ્તોગી અને
મીસીસ ચેટરજી બધા જ આ
સમય દરમ્યાન બહારગામ ગયા છે.
૧૧- અને હા ઓલી પાડોશી ચુડેલ
પ્રીયાને ત્યાં ખાંડ , કોફી કે દૂધ લેવાને
બહાને વારે વારે જશો નહી..
મેં બધોજ સ્ટોક રસોડામાં
પહેલેથીજ ભરી લીધો છે.
૧૨-અને છેલ્લે...
જરાપણ વધારે પડતી હોશિયારી
મારવાની કોશિશ કરતા નહીં...
હું ગમે ત્યારે તમને જાણ કર્યા
વિના જ પાછી આવી જઈ
શકું છું..

લી.
આપની સગી વાઈફ
હેપી વેકેશન....

Gujarati Jokes by પારૂલ ઠક્કર... યાદ : 111131935
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now