.....????હૂ વષાઁ ????........
મારા નામના શબ્દ માત્રમાં એટલી ઊંડાઈ છે જે મને સમજવા માટે કાફી છે.. જે રીતે તરસ્યાને એક જળબિંદૂની આવશ્યકતા હોય છે, અને એની એ તૃષ્ણાનો અંત એક ઝાટકે લાવી,આ સુંદર મજાની ધરતીને પાણીથી તરબોળ કરતો પ્રકૃતિનો પ્રેમરૂપી આશિવાઁદ એટલે " વષાઁ "..... હુ આવૂ ત્યાં સૂકુ લિલૂ થઈ જાય... હું આવુ ત્યાં શાંતિ કિલકિલાટમાં ફરી જાય... હુ આવૂ ત્યાં નિરસતા શૂન્ય થઈ જાય અને ચોતરફ રંગબેરંગી આલમ થઈ જાય.... હુ પહેલેથી જ આવિ છૂ... મારૂ નામ જેણે રાખ્યૂ હશે એની હૂ આભારી છુ કારણકે એણે મારૂ વ્યકિતત્વ ભાંખી મૂજ નવજાતને આવુ સોહામણૂ નામ આપ્યૂ "વષાઁ"...
વષાઁની ભીતર માત્ર શિતળાતા જ હોય.એ શિતળતા ભલે પહેલા બળી બળીને વરાળ થઈ હોય ને પછી ઠરીને ભેજ રૂપે વાદળમાં સમાઈ હોય... પણ મારી ઓળખ એ શિતળતા જ છે. નવચેતના જ છે. હુ બીજને ફણગો બનીને ફાટવા માટે અવકાષ આપુ છૂ...
હું જ પ્રકૃતીના જીવમાત્રના જીવનમાં નવો સંચાર કરૂ છુ ..
જેમ બંધ ઘડીયાળમાં સેલ નાખો અને એ ચાલૂ થઈ જાય તેમ હુ વષાઁ મારા આગમન માત્રથી જડ ને ચેતન કરી દવ છૂ...
મારૂ વતન .... અથવા " ક્યે શોધ" .
આ શબ્દની અસર માત્રથી હુ સતત કંઈક શોધ્યા જ કરૂ છૂ. મને મેળવ્યાનો સંતોષ નથી પરંતૂ ન મળ્યાનૌ જંજાવાત છે. એ જંજાવાત જ મને જીવંત રાખી રહ્યો છે. "વષાઁ " નુ એક લક્ષણ એ પણ છેકે વષાઁ ક્યારેય ક્યાંય સ્થિર સ્થિતિમાં ના હોય .. એતો પ્રકૃતિને અવનવૂ સૌંદયઁ બક્ષીને આગળ વધી જાય છે.. પાછળ માત્ર કિલકિલાટ જ હોય છે ..
વષાઁ ક્યાંય અટકતી નથી...
અને ફરજ હોય ત્યાં છટકતી નથી...
" વષાઁ" ને એનું દાયિત્વ ખબર છે. જો એ દાયિત્વ ભૂલે તો પ્રકૃતિ નિરાધાર થઈ જાય.
હુુ પણ મારા શૈષવ કાળની કપરી ક્ષણોનો સામનો કરી, મારા અતિઅંગત ના અળગાપણાને વેઠીને આજ સમાજની મધ્યે માથું ઊંચકીને જીવૂં છુ.એ હિંમત પણ મને મારા નામમાંથી જ મળી છે.
હુ જે ધારૂ છૂ એમાં મારો અંતર આત્મા એક કરી એને આત્મસાત કરી લવ છૂ.
મૈ ક્યારેય કોઈનું ખોટું નથી વિચાયુઁ માટે ઈશ્વર પણ મારી પરીક્ષા જરૂર લે છે...
પરંતુ પથદશઁક બની કોઈને કોઈક વિરલા રૂપે મારા જિવનમાં હાજર થતો રહે છે ...
હૂ માત્ર હુ નથી.. હુંતો દરેકમાં છૂપાયેલી છૂ .. બસ જરૂર છેતો મને ગોતવાની...
હુ કોઈ વ્યક્તિ નથી. હુ એક પ્રકૃતિ છૂ . જે સદૈવ બીજાને સુખઆપનારી છે..
મારા વિષે એક જ વાક્યમાં કહેવૂ હોય તો " બળૂ પણ બાળૂ નહિ કોઈને...
હસતી જ રહૂ ભલે ભિતર જીવૂ રોઈને"
કોઈને સવલત ના આપી શકુ તો કાંઈ નહિ પરંતુ કોઈને અગવડ તો નાજ આપૂ.
મારુ નામ માત્ર મારી પ્રકૃતિને વણઁવવા કાફી છે. ઈશ્વરને સદૈવ મારી પ્રાથઁના રહેશે કે મારો અને મારા નામનો નાતો અતૂટ રહૈ .......
સદાય વરસતી
આપની વષાઁ ???