રૂપેરી આ ચાંદ જાણે હસતો હોય
સંદેશો મારો તારા સુધી લાવ્યો
ટમટમતા આ ચમકેલા તારા
મારા હયાત હોવાની તને હામી પુરાવે
આ કાળા ભૂરા વાદળ જાણે
તારો ચહેરો જોઈને થતી મારી મુસ્કાન બતાવે
અડધી રાત નો આ ઠંડો વાયરો
જાણે મારા આંગળા નો તારા ગાલ પર સ્પર્શ કરાવે
ચાંદ ની ચાંદનીમાં દેખાતા વૃક્ષો
આપણા પ્રેમના મધુ ગીતો જાણે ગાય
પવને ઝૂલતો આ હીંચકો જોઈ
તારી ત્યાં હયાતી મને દર્શાવે
બસ વિના કહ્યે હું તને કહી ગઈ બધું
પ્રકૃતિ જ સાબિતી તારી મારી પ્રીત ની. ..
--પર્લ મહેતા