Gujarati Quote in Thought by Paras Badhiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#moralstories

#moralstory
આકાશ ભાઈ રજા માં ઘરે આવ્યો હતો.ઘર માં કોઈ ની પાસે સ્માર્ટ ફોન ના હતો એક ભાઈ ની પાસે જ હતો.આકાશ રજા માં ઘરે આવ્યો ત્યારે એના મિત્રો ને પણ ગામડે આવા નું કહ્યું હતું એટલે મહિના પછી ઘરે એક દિવસ ફરવા આવાના હતા.

આકાશભાઈ ક્રિકેટ ના બોવ સોખિન એનું નામ તો આકાશ પણ બધા એને ક્રિકેટ માં સચિન કેતા.આકાશભાઈ ગામડે આવ્યો એટલે એ ક્રિકેટ રમવા જતો ને એનો નાનો ભાઈ પિયુ પણ એની સાથે રમવા ગયો થોડા દિવસ ..

એક દિવસ આકાશ એના ફોને માં કોઈ ગેમ રમી રહ્યો હતો ,પિયુ ને જોવા માં પણ માજા આવી રહી હતી.પિયુ પણ આકાશભાઈ પાસે થી ફોને લય ને રમવા ની ચાલુ કરી ખૂબ મજા આવતી.આકાશ ક્રિકેટ રમવા જાય ને ફોન પિયુ ને આપી જતા ..એટલે પિયુ ગેમ રમતો.

એના મમ્મી એને જમવા બોલાવે તો પણ બસ બે જ મીનિટ એક ગેમ એમ કહીને ના પાડી દેતો..એને ખાવા નું કે બીજી કાઈ વાત નું ભાન ના રહેતું ગેમ રમવા માં.

ક્યારેક બેટરી ના હોય તો ચાર્જર લગાવી ને સિધુ રમવાનું. કોઈ ના ફોન આવેતો કટ કરી નાખવાના .આકાશ આવે એટલે એને કે મિસ્કોલ કર્યો હતો તમારા ફોન માં કોઈકે.એટલે એ નાદાની માં એને સમજાવતા કહેતો એવું ના કરાય ભાઈ..


આમ ઘણા દિવસો સુધી આમજ ચાલ્યું ,હવે આકાશ ના મિત્રો ગામડે રજા માં આવે છે . આકાશ તેને એના ખેતર પર લય જાય છે,બધા સાથે જ જાય છે એટલે પિયુ પણ જીદ કરી એની સાથે જાય છે.

બધા ઘનો સમય સાથે મનાવે છે.બધા વાતું કરતા હોય છે જૂની યાદો તાજી કરે છે.પણ એની સાથે બેઠેલ પિયુ આકાશ નો ફોને લય ને ગેમ રમતો હતો .એ કોઈ ને કઇ વાત પણ કરવી કે સાંભળવી ના હતો બસ ગેમ જ રમતો હતો.

એના મિત્રો એ એને ના પાડી પણ એ ધ્યાન નથી આપતો ને ગેમ રમ્યા કારે છે .એટલે આકાશ એની પાસે થી ફોન લય લે છે.પિયુ સાથે એવું કરવા થી પિયુ રડવા લાગે છે.એને છાનો રાખતા કે છે તને જમીને આપીશ.

બધા સાથે ખેતરે જમવા બેસે છે,હજી તો જમવા બેસ્યા ત્યાંજ પિયુ કે મેં જમી લીધુ .અને બાજુ માં પડેલા ખાટલા માં બેસી જાય છે.બધા આરામ થી જામી લે છે.

પિયુ ફરીથી ફોન માંગે છે,એટલે હવે આકાશ ફોન આપી દે છે. થોડીવાર માં ત્યાંથી બધા નીકળે છે.બધા ગાડી માં ગોઠવાય પિયુ હાજી ગેમ માં હતો એ ગાડી માં પણ ગેમ ચાલુ રાખી બેસે છે .બને ગાડી માં બેસી ને ધીમે ધીમે ઘર બાજુ નીકળે છે.અને આકાશ ના મિત્રો બધા જતા રહે છે.

રસ્તા માં આકાશ આરામ થી ગાડી ચલાવતો હતો.ત્યાંજ એ કઈક વિચાર માં હતો.એટલે ધીમે ધીમે ચલાવતો હતો.

ત્યાંજ પાછળ બેઠેલ પિયુ બોલ્યો "ગાડી જલ્દી થી ચલાવ બાજુ માંથી બીજી ગાડી આવે છે ".

આ એના જીવન ના છેલ્લા શબ્દો થઈ ગયા .બાજુ માંથી આવતા ટ્રક સાથે એનું એક્સિડેન્ટ થય ગયું.

વાત એટલી જ હતી કે પિયુ એની ગેમ માં કહેતો હતો ને આકાશ સમજ્યો રીયલ માં...

મોરલ.

"બાળકો ને જેટલા તમે ટેકનોલોજી થી મોડર્ન બનાવો છો એ સારૂ છે ,એના ફાયદા કહો એ સારું છે ,પણ સાથે એના ગેરફાયદા અને વપરાશ ની મર્યાદા પણ નકકી કરો જેથી એનું ભવિષ્યના બગડે"

Gujarati Thought by Paras Badhiya : 111129697
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now