અચાનક ઘરમાં વસ્તુઓ તૂટવાનો અને બૂમોનો અવાજ આવ્યો એટલે પાયલએ હળવા સંગીત સાથે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું.
પાયલ ના પિતા દારૂની લત માં ઘેલા બની ઘરે આવી તોડફોડ અને એની માં ને મારતા ક્યારેક આનો ભોગ પાયલ ને પણ બનવું પડતું. એટલે આવા અવાજ શરૂ થતાં તેની સાથે પાયલ સંગીત અને પુસ્તક લઈ લેતી.તે તેના પિતા ના લીધે કોઈ પુરુષ જાત પર ભરોસો નહોતી કરી શકતી.
પણ એક છોકરો તેની જિંદગી માં આવ્યો અને એને એનું જીવન સુધરતું દેખાયું . ઘર માં આવો જ એક દિવસ ઝગડો થતા તે ઘરે થી ભાગી ગઈ.તે છોકરા ના ઘરે જતા તેને વાસ્તવિકતા ખબર પડી.આ છોકરો તો એના પિતા ને પણ સારો કહેવડાવે એવો હતો.ઘણું મારતો .ક્યારેક કોઈ પર સ્ત્રી ને ઘરે લઈ આવતો.આવા સમયે પાયલ આજુબાજુ ના બાળકો ને વાર્તા કહેતી અને એમને સુધારવા પ્રયત્ન કરતી.
બીટ્ટુ આમાં નો જ એક . જે મસ્તી માં ટોપ પર આવતો . તેના પિતા સાંજે ઘરે આવતા એટલે ફરિયાદીઓ તૈયાર રહેતા પણ 2 દિવસ થી કોઈ ફરિયાદ નઇ અને બીટ્ટુ પણ ઘણો ડાયો થઈ ગયો હતો.તેમને તેમના પત્નિ ને આનું કારણ પૂછયું તો પત્ની એ પાયલની વાત કરી.
આ બીટ્ટુ ના પપ્પા એટલે એક મોટા સાહિત્ય કાર તેમણે પાયલ ને આ જાળ માંથી બહાર કાઢી અને પાયલ આજે એક લેખક તરીકે નામના ધરાવે છે.
બોધ: જે પણ કઇ જિંદગી માં બને છે તે સારા માટે જ હોય છે.કદાચ આવી કપરી પરિસ્થિતિ ના આવી હોત તો પાયલ લેખક ના બની શકી હોત અને પાયલ એ જેમ એની આવડત ના છોડી. એમ આપણે પણ ના છોડાવી જોઈએ અને ક્યારેય હિમ્મત ના હારવી જોઈએ.
--પર્લ મહેતા
#moralstories