Gujarati Quote in Story by paresh barai

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાવળ
#moralstories

દિલીપ - એ ગોપી, બારી નો પરદો હટાવ, ઉભી થા, શું ભેંસ ની જેમ પડી છે. ટિફિન તૈયાર કરવાનું છે. કુંભકરણ ની દીકરી સવાર પડી ગઈ છે. આ મારા કપડાં કાલે ઈસ્ત્રી માં આપવા ના હતા, એ પણ ભૂલી ગઈ, ખાતા તો ભૂલતી નથી. હું નહાવા જાઉં છું, મને જલ્દી નાશ્તો તૈયાર જોશે..સમજી?

ગોપી - બાથરૂમમાં પછડાશો તો વહેલા ઓફિસ જશો. બહુ ચોખ્ખાઈ ની ચર ઉપડે તો એ રહ્યું પોતું અનેં છીત્રીમાં એ પડી પાણી ની બાલ્ટી.. આખો દિવસ હું ઉભે પગે કામ જ કરતી હોય... આરામ તો કરવો કે નહીં.. હું ભેંસ જેવી જાડી છું તો તમેં ક્યાં દુબળી ગાય છો, ફાંદો તો જુઓ,,,કોઈ નગારા વગાડી જશે.

દિલીપ - મારો બૉસ મને બહુ જ હેરાન કરે છે, હું ઘરે જવા નીકળું તો ત્યારે જ ફાઈલના ઢગલા કરે, કાલે તો મેં એને મોઢે જ ચોપડાવી દીધું કે, હું નોકરી કરું એ ના ગમતું હોય તો રાજીનામું આપી દઉં, કામ દેવું હોય તો વહેલું આપતા જાઓ.

ગોપી - તમારે વેહલા ઘરે આવી નેં ક્યાં ઠામ ઊટકવાના છે, કે પછી ક્યાં મારા ઘાઘરા ધોવા છે, કામ મળે છે તો કર્યા કરાય, નોકરી મૂકી નેં પછી શું કરશો, મદારી નો ખેલ કરશો? કે મુજરો? ઘર કેમ ચાલશે....એ વિચાર્યું?

દિલીપ - આ મકાનધણી આપણા બહુ ખરાબ છે, ભાડું આપવામાં 10 દિવસ મોડું થાય ત્યાં કાતરા કાઢવા માંડે છે, મેં એને કીધું કે, શાંતિ રાખો ભાડું લઇ નેં ભાગી નહીં જાયેં. આવા ફુચ્ચર જીવ વારા લોકોનેં ભગવાન ઘરના મકાન શુકામ દેતો હશે?

ગોપી - ઘરખર્ચના પૈસામાં 100 રૂપિયા પણ વધારો આવે તો તમેં કેમ મારી પાસે થી પાછા ઓકાવી લો છો? એમાં તો પોતાનો ફુચ્ચર જીવ યાદ નથી આવતો? .

દિલીપ - તારી જીભ બહુ લાંબી છે, બિલકુલ મારા દોસ્તાર બકુલીયા જેવી, એક મહિના પહેલા એનું સ્કૂટર ઉધાર માગ્યું, એમાં પંચર પડી ગયું તો મેં, છાનું-માનું એના ફરિયામાં પાછું મૂક્યું તો એ... પંચર રીપેર ના કરી આપ્યું એવી નાની વાત માં એ દોસ્તી તોડી ગયો.

ગોપી - એ બધું મુકો હવે, ઓફિસ એ ભાગો, અનેં બૉસ ઘરે તગડે ત્યારે જ આવજો, બળતરા માં નોકરી મુકતા નહીં, મારા બાપની ઓળખાણ થી મળેલી નોકરી મૂકી તો, મારા થી ભૂંડી કોઈ નહીં થાય.

ઓફિસ થી પરત આવતા...

દિલીપ - એ ગોપી આ જોતો, મારો હાથ છોલાઈ ગયો, હું સ્કૂટર પર થી માથાભર પછડાયો, રોડ સુમસામ હતો, તારો ફોન લાગ્યો નહીં, તો મેં મદદ માટે મારા બૉસનેં ફોન લગાડ્યો એને ના ઉપાડ્યો, બકુલીયાનેં એટલા સમય બાદ રિંગ કરી, એને પણ ના જવાબ આપ્યો, આપણા મકાનધણીએ પણ મારો ફોન ના ઉપાડ્યો, આ દુનિયાં કેટલી સ્વાર્થી છે, કોઈ એ એવું પણ ના વિચાર્યું કે મારે જરૂરી કામ હોઈ શકે...

ગોપી - આવા દિવસો માટે જ માણસો સારા સબંધ બનાવી રાખે. દરેક જગ્યાએ બાવળ નહીં વાવવાના, જો તમે આજે એક બે જગ્યા એ સારા સંબંધ રાખ્યા હોત તો, ચપટી વગાડતા મદદ મળી ગઈ હોત...ચાલો હું મરહમ-પેટ્ટી કરી દઉં,

સારાંશ - જયારે બધા લોકો માં ફક્ત વાંક જ દેખાય તો, સમજી લેવું કે ખામી આપણા પોતામાં જ છે. જીવનમાં એક બે વ્યક્તિ એવી જરૂર કમાઈ લેવી કે, હાથ લંબાવતા જ મદદ મળી જાય- જય હિન્દ

Gujarati Story by paresh barai : 111125727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now