#AB ?kunjdeep...
તું ઘટાદાર વૃક્ષ છે કાના
તો તને વીંટળાઈ ને ઊભી,
નાજુક નમણી વેલ તે રાધા..
તું વિશાળ સાગર છે કાના
તો તારા માં સમાવવા તત્પર
તટીની તે રાધા...
તું મોરલી છે કાના,
તો એમાં શ્વાસ ફૂંકી મધુર શ્વર
બની તે રાધા...
તું હદય છે કાના
તો તારો જ ધબકાર
બની તે રાધા...
તું ગિરિરાજ છે કાના
તો મંદ મંદ વાતો પવન
બની તને સ્પર્શે તે રાધા...
તું આકાશ છે કાના
તો તારી આંખો માંથી
વિજળી થઈ ઝબૂકી તે રાધા...
તું ૠતુ છે કાના
તો ૠતુ ઓમાં શ્રેષ્ઠ
વર્ષા ૠતુ માં તારી આંખો માંથી
જેની યાદ માં અશ્રુ વહ્યા તે રાધા...
કુંજદીપ.