હું જાવ છું હવે બહુ દૂર તારા થી,
મને રોકવાનો પ્રયત્ન ન કરીશ તું.
એકાંતમાં બેસીને ખૂબ રડી લેતો હું,
પણ તારી નજર સામે બસ હસતો રહેતો.
તારા પ્રેમમાં સુંદર દુનિયા હું ભૂલી બેઠો,
પણ તને દોષ આપ્યા વગર છોડી બેઠો.
એકાંત માં બેસી ને હું કોસતો ખુદને,
તને પ્રેમ કરીને ભૂલી બેઠો હું ખુદને.
ક્યારેય જાગે પ્રેમ મારા પ્રત્યે તને જીવનમાં,
તો યાદ કરજે હું અબઘડી હજાર થઈ જઈશ.
ખબર નથી મને પ્રેમ કરતા આવડે તને,
પણ પ્રેમ નિભાવતા ચોક્કસ આવડે છે