English Quote in Good Morning by Komu

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

... આમ તો જિંદગીથી કોઈ ફરિયાદ નથી,
પણ હા છેલ્લે ક્યારે
મને મજા આવી તે યાદ નથી!!!

વ્યસ્તતા એ મઝા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ પણ યાદ નથી!!!

આંખોના ખૂણા મે સાફ કર્યા હતા,
આમ જ ખરી ગયું એ પાણી યાદ નથી!!!

આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
પણ સાચ્ચે ક્યારે હસી હતી યાદ નથી!!!

જે વરસાદમાં હું ભીંજાઇ હતી દિલથી,
એ વરસ્યો હાતો ક્યારે તે પણ મને યાદ નથી!!!

જીવન જીવું છું બધાંની ઈચ્છા પ્રમાણે,
ક્યારે હું મને જ ભુલી ગઈ યાદ નથી!!!

ઊભી નથી કતારમાં તારા મંદિરે હે ઈશ્વર,
પણ તને હું ભુલી હોવ એવી ક્ષણ મને યાદ નથી!!!

English Good Morning by Komu : 111122257
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now