Gujarati Quote in Shayri by Jatin.R.patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું આવને..

બેરંગ કેનવાસ જેવો હું છું હકીકતમાં..
તું પ્રેમથી સ્પર્શી મેઘધનુષી રંગોથી મને સજાવને..તું આવને..

કાચ છું પણ સેંકડો ટુકડામાં વિખરાયેલો..
તું ટુકડા ભેગાં કરી મને તીક્ષ્ણ હથિયાર બનાવને..તું આવને..

આંખો થાકી છે જોઈ જોઈ રાહ તારી પ્રિયે,
હવે તો દીદાર કરાવ તારો,આમ મને ના તડપાવને..તું આવને..

રાતે સળગેલા સપનાંની રાખ મળે છે સવારે પથારીમાં..
એ રાખની અંદર મોજુદ આગ ને ધીરેથી પ્રગટાવને.. તું આવને..

કેટલાંય હસીન કિસ્સા એકઠાં કર્યાં છતાં કંઈ વળ્યું નહીં..
એકાદ કિસ્સાનો હિસ્સો બની પૂર્ણ કહાની બનાવને..તું આવને..

મંજીલ સામે હાથવગી દેખાય છે મને ઘણીવાર એમજ..
મારાં હાથમાં તારો હાથ લઈ મને મંજીલ પાર કરાવને..તું આવને..

હજારો લોકો કહે છે ક્યાંથી લખો છો આવું શિવાય..?
એ બધાં નાં સવાલનો જવાબ તું ખુદને બનાવને..તું આવને..

-જતીન.આર.પટેલ (શિવાય)

Gujarati Shayri by Jatin.R.patel : 111121598
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now