તારા નયન થી મળ્યો રૂડો સાદ,
મારા હૈયે થી વરસ્યો પ્રેમ નો વરસાદ,
તારા હોઠે થી આવ્યો મીઠો પ્રતિસાદ,
મારા હૈયે થી વરસ્યો પ્રેમ નો વરસાદ,
તારા કંચન થી સંભળાયો અવાજ,
મારા હૈયે થી વરસ્યો પ્રેમ નો વરસાદ
તારા મુખ થી થયો શંખ નાદ,
મારા હૈયે થી વરસ્યો પ્રેમ નો વરસાદ,
તારા હાથ માં છે હવે મારો હાથ,
આ તો છે 'અટલ' પ્રેમ નો વરસાદ...
----અમિત વડગામા''અટલ' ?❤️