આજે દેરાસર માં પુજા કરવા ગયો ત્યારે એક તરૂણ સ્તુતિ કરતો હતો. એ સ્તુતિ ના શબ્દો સાંભળી મને એમ થયું કે આ સ્તુતિ ક્યાંક તો સાંભળી છે. પછી યાદ આવ્યું કે આતો તપોવન ગીતગંગા ની સ્તુતિ છે. ઘરે આવીને તરત જ ગીતગંગા ખોલી ને આખી સ્તુતિ વાંચી.. વાંચ્યા પછી એમ થયું કે એકવાર અહીં મુકી દવ મસ્ત શબ્દો છે..
પ્રભુ ! જેવો ગણો તેવો.. તથાપિ બાળ તારો છું
તને મારા જેવા લાખો.. પરંતુ એક મારે તું.
નથી શક્તી નીરખવાની.. નથી શક્તી પરખવાની
નથી તુજ ધ્યાન નીલગની.. તથાપિ બાળ તારો છું.
નથી તપ જપ મેં કીધા.. નથી કાંઈ દાન પણ દીધા
અધમ રસ્તા સદા લીધા.. તથાપિ બાળ તારો છું.
અરિહંત દેવ હો પ્યારા.. ગુના કર માફ સૌ મારા
ભૂલ્યો ઉપકાર હું તારો.. તથાપિ બાળ તારો છું.
દયા કર દુઃખ ભવ કાપી.. અભય ને શાંતિપદ આપી
પ્રભુ ! હું છું પુરો પાપી.. તથાપિ બાળ તારો છું.
દયા કર હું મુંઞાઉં છું.. સદા હૈયે રિબાઉ છું
પ્રભુ ! હું ધ્યાન ધ્યાઉં છું.. તથાપિ બાળ તારો છું.