એ જ તો મારી ભીતરનો રાગ છે
આગ કેવળ આગ કેવળ આગ છે
તું નરી આંખે નિહાળી નહીં શકે
રક્તમાં થીજી ગયેલો દાગ છે
આ બીમારીનેય આપો હક્ક બધા
એય મારી જિંદગીનો ભાગ છે
તું મદારીને મદારી કહી શકે
મારે માટે એય કાળો નાગ છે
હોઠ મલકયા છે ફરી નારાજના
જાવ ઝખ્મો આજ પાછો લાગ છે
~ ટ્વિટર