આવકાર :
સાવ માનવી જેવો જ માનવ રઝળે ,
ખબર નહીં શોધવા કોનું ઠેકાણું નીકળે ?
રોજ એક એક સાથેનો પનારો મળે ,
પ્રેમની કામનામાં દર્દનો દરિયો મળે !
એ અણસાજતું સ્મિત જ ઘમરોળે ,
હોઠે હવે હાસ્ય ધરી પાગલ થઈ ફરે !
છાપ ઘાટી છપાયેલી હ્રદયે વળી કૂચે ,
મિટાવતાં ક્યાં મિટે ઘાવ ઉતરેલા ઉંડે !
રાહની યારી તોય મનને ઝંખના કાજે કે,
એક દી એમનો મીઠો 'આવકાર' મળે !
- વિશાલ દંતાણી
મહેસાણા