આજ
આજ એટલે ગઇકાલ અને આવતીકાલ વચ્ચેની વાસ્તવિકતા.
આજ એટલે ગુમાવેલો મોકો અને આવનારી તક વચ્ચે અટવાતી ઝીંદગી.
આજ એટલે પાનખરના ગયા બાદ વસંતની જોવાતી રાહ.
આજ એટલે સહેલા દુ:ખની પરિક્ષા પછી મળવાના પરિણામની તલાશ.
આજ એટલે તરસને તૃપ્તિ સુધી લઇ જવાનો મોકો.
આજ એટલે સેવેલા સપનાઓને હકિકતમાં બદલવાનો પ્રયાસ.
આજ એટલે અવસરનું ઉત્સવમાં પરિણમવું.
આજ એટલે મળેલી નિષ્ફળતાઓ માંથી આગળ વધવાની એક આશ.
આજ એટલે કદાચિત ને બદલે સંપૂર્ણ.
આજ એટલે અધુરાશ માંથી સર્વસ્વ.
©krish45371