બાળપણ કેટલું સુંદર હતું નહીં?એક બૂચ્ચા કહી બે આંગળી હોઠે જોડવાથી પાછી મિત્રતા પાક્કી થઈ જતી હતી...દરરોજ લડવાનું,કિટ્ટા કહી રિસાઈ જવાનું,અને દિવસ ના અંત સુધી માં તો ભુલી પણ જઇયે કે એનાં જોડે તો કિટ્ટા કરી હતી ,ફરી એનાં જ જોડે રમતા થઈ જઇયે..અને હવે?હાથ જોડી ને માફી માંગવા છતા પણ દોસ્તી તુટી જાઇ.. અને તૂટે તો એવી તૂટે કે આંખુ જીવન એક બીજાં ને જોયા વગર વિતી જાઇ....કાશ કે કિટ્ટા બૂચ્ચા ની રમત જીવન ભર રમાતી હોતે...બૂચ્ચા કહી પાછી મિત્રતા જીવંત કરી શકાતી હોતે..