દિલ ની બારી માં આકડી થવું છે
નાના બાળક ની આંખડી થવું છે
સૂકા દિલ ના મૃગજળ થી
જેમતેમ ઉગેલું ઘાસ કાપીને
મારે તપતા સુરજ ની ઝૂંપડી થવું છે
સ્વાર્થી સંસાર માં ઉછરેલા
જંગલી બાવળિયા બાળીને
મારે નરમ ફૂલ ની પાંખડી થવું છે
ક્રૂર સમાજ માં ઉગેલા ઈર્ષા
ના અડાબીડ જંગલ કાપીને
મારે શીતળ ચાંદા ની લાકડી થવું છે
ભગવાન ને લૂંટતા ઢોંગીપાખંડી
સાધુડા ના ચામડા કાપીને
ભરત માટે રામ ની ચાકડી થવું છે
#Vahshu