. ❣ *કંકોત્રી*
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
*ભગવાન પણ તારી માટે કંકોત્રી લખશે*.
તારા ગયા બાદ મીઠાઈના *ભોજન સમારંભ* હશે,
તારી કંકોત્રી આજે ભગવાનના હાથે લખાશે.
જ્યારે તને તારું શરીર છોળી દેશે,
ત્યારે *હસ્તમેળાપ* શિવ સાથે થશે.
તારા ગયા બાદ,ભજનો તારી માટે ગવાશે.
આજે ભગવાન પણ તારી માટે *કંકોત્રી* લખશે.
તારા ફોટા પર હાર મૂકવામાં આવશે,
તને વળાવવા આજે *રડવામાં* આવશે.
ભગવાનની અદાલતમાં તારે ઊભૂ રહેવું પડશે,
પાપ અને પુણ્યની ત્યાં *છેડા છેડી* બંધાશે.
તારા સગ્ગા વહાલા બધાને યાદ કરાશે,
આજે ભગવાન પણ તારી માટે *કંકોત્રી* લખશે.
અંતિમ દર્શનાભિલાશી તારા કુકર્મો હશે,
અંતિમ દર્શનાભિલાશિમાં પુણ્યનો લેણદાર થશે.
ભગવાનની કલમથી તારા દંડ માટે *ટહુકો* લખાશે,
આજે ભગવાન પણ તારી માટે *કંકોત્રી* લખશે.
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
TRUST ON GOD
ચલાલા