આગમન
યાદો આપની હવે ઘોર નીંદર દઈને જાય છે,
કહે મન ''નીંદરમાં તારો-મારો કેવો રૂડો સંસાર છે ?"
કોઈ ના જગાડજો અમને ,રળી ખાવા દેજો રે !
કોઈએ ના પજવ્યા અમને,સૂવા સૌએ દીધા રે!
પણ દિલ આજે ઘડી ઘડી ઉઠાડવા આવે રે !
કહે ધડકી અમસ્તુ 'સંસાર સાચમાં આવે રે !'
હા,એમનું આગમન અમોને સફાળા જગાડે !
સપનાને આંખોમાં ચોળતાં ઉભું થવાનું થયું !
મારું સપનું જોને આજે રે સાચું થવાનું હતું !
પણ,આ શું? અમને મળી નજરોથી ઠોકર રે !
નજર સામે નરી ગુમાની ઠાલવી એ તો ચાલ્યા રે!
ને સાંભળ્યું પણ નહી અમારું કાંઈ ગાણું રે !
રે રે મારા માનેલા સંસાર,તારો જુલમ ભારી રે !
દેવા નહોતા હેત તો નફરતનાં જખમ દીધાં રે!
હું 'ય પોમલો પ્રેમમાં અધીરાઈ ખોઈ બેઠો રે !
મૃગજળ કાજે સપનાંનો સંસાર ખોઈ બેઠો રે !
-વિશાલ દંતાણી