વાત કહું છું એ વખતની....
અમે મળ્યા'તા અજનબી થઈ
વાત કહું છું એ વખતની...
અમે મળ્યા'તા અજનબી થઇ,.. 2
શરમાતા એના વદન જોઇ....
જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...
વાત કહું છું એ વખતની...
અમે મળ્યા'તા અજનબી થઇ....
વરસી રહ્યો'તો મેહ મિલન નો..
ગરજી રહ્યા'તા મેઘ મોબત ના...
ભીજાતા તારા અંગ જોઇ...
જાગ્યા'તા દિલ મા અરમાન કઈ.....
...........વાત કહું છું... 2
અમે હાસ્ય છૂપાવી હસતા'તા...
ફૂલ રંગબેરંગી મહેકતા'તા....
કોઈ છાનું છપનું મળતુ'તું બાગમાં,
કોઈ ફરતાં'તા હાથમાં હાથ લઇ..
........વાત કહું છું..... 2
કૈં કહેવાને ફફડ્યાં ફક્ત હોઠ ને..
કાને પડઘા પ્રેમ ના પડયા તા..
થઈ' તી મુલાકાતો ખૂણે ખાચરે...
ફર્યા'તા અમે શહેરમાં અજનબી થઇ....
...... વાત કહું છું... 2
વાત કહું છું એ વખતની...
અમે મળ્યા'તા અજનબી થઇ...
શરમાતા એના વદન જોઇ....
જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...
.....વાત કહું છું....
©️હસમુખ મેવાડા