Gujarati Quote in Blog by Anil Vaghela

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ ના જમાના મા લોકો બસ હરિફાઈ માં જ લાગેલા દેખાય છે...
હરિફાઈ કરવીએ કોઈ ખોટી વાત તો નથી જ પણ... એ હરિફાઈ માં આપડે આપણા ને જ ખોઈ બેસીએ એ વાત તો સારી નથી...

હરિફાઈ એ પણ કેવી કે... સ્ટુડન્ટ લાઈફ થી સરું થઈ ને છેક વૃદ્ધ થાય ત્યાં સુધી ચાલુ જ રહે છે...

શાળા હોઈએ ત્યારે... મારા માર્ક્સ તો મારા મિત્ર કરતા વધુ જ હોવા જોઈએ...પછી ભલે ને મિત્ર ફેઇલ જ કેમ ના હોય...

કોલેજ માં હોય ત્યારે આપણી પર્સનાલિટી તો જોરદાર જ હોવી જોઈએ... પછી ભલે ને મિત્ર પાસે બસ નું ભાડું પણ ના હોય

પછી આવે જોબ... કે જે મને મારા મિત્રો કરતા પહેલા અને સારી જોબ જ મળવી જોઈએ પછી ભલે ને મિત્રો બધા બેરોજગાર જ પડયા હોય...

મારું ઘર તો સૌથી સુંદર જ હોવું જોઈએ પછી ભલે ને મિત્રો ભાડા ના મકાન માં ફરતા હોય...

અને પાછું આ સોશ્યલ મીડિયા... મારી પોસ્ટ પર તો વધારે likes અને comment હોવી જોઈએ... મારા followers તો બીજા કરતા વધારે જ હોવા જોઈએ પછી ભલે ને પોતે કોઈને follow ના જ કરતા હોય..

હું એમ નથી કહેતો કે competition ના કરો પણ એ એટલી હદે પણ ના કરવી જોઈએ કે જે આપણને આપણા થી જ અલગ કરી દે...

એટલે જ હું નથી ઈચ્છતો કે હું લાઈફ મા પાછળ રહી જાવ... પણ એ વાત નું ધ્યાન રાખીશ કે લાઈફ મા આગળ નીકળવા ની લાહ્ય માં મારો કોઈ મિત્ર પાછળ ન રહી જાય...
મિત્રો સાથે રહેવાની મજા બીજે કશા માં ના જ મળે...

એટલે જ કહેવાય છે કે..

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.

તમામ મિત્રો ને સમર્પિત...?

Gujarati Blog by Anil Vaghela : 111072907
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now