આંખમાં કણાની ભાંતી મારે ખુંચવું નથી ,
આંગળીની પુતલી બની મારે નાચવું નથી .
છો'ને જગતની સમસ્યાઓ એકે હજાર ,
અમથું'ય પારકી પંચાતમાં મારે પડવું નથી .
પામતો ગયો છું પ્રકૃતિની રચનાનો ભરમ ,
રણછોડ થઇ દુનિયાથી મારે ભાગવું નથી .
ખુદા આપે જો મનોચ્છા માંગવાનો મોકો ,
ઉન્નત રાખીને શિર અમથું મારે નમવું નથી .
દર્દો મળે કે રાહતો આ જિંદગીથી "હિત"ને ,
આખરે પામવા મમઁ ઇશનો મારે દોડવું નથી