Gujarati Quote in Hiku by D.s. Jogi

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્હાલનો છલકાવ દરિયો,
સન્નાટો દૂર કરવાં
મોકલ હેતના હલેસા,
સન્નાટો દૂર કરવાં



યાદોંની છાબ,
ભરીને બેઠાં છીએ
મોકલ એક રુઆબ,
સન્નાટો દૂર કરવા



એકલતા વીંધી લે છે,
અંતરને ભીડમાં
મોકલ એક ખ્વાબ,
સન્નાટો દૂર કરવાં



વાદળો ગગન મહીં મંડાયા છે
ઘનઘોર થઈ
મોકલ એક ટહુકો મયૂરનો
, સન્નાટો દૂર કરવાં



સલૂણી સાંજ, પ્રગટી છે,
ક્ષિતિજે રંગો ભરી
મોકલ મિલનનો અણસાર,
સન્નાટો દૂર કરવાં...



D.s.jogi

Gujarati Hiku by D.s. Jogi : 111072167
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now