Gujarati Quote in Thought by Suresh Thakor

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.

આપણું શિક્ષણ

મિત્રો આજે તમારી સમક્ષ હું આપણા રાજ્યમાં કથળતી જતી શિક્ષણની સમસ્યા વિશે વાત કરું છું.હું પોતે વ્યવસાયે શિક્ષક છું અને જોવું છું કે નોકરી કરતા શિક્ષકોને જ પોતાના બાળકો પ્રાઇવેટ શાળામાં મોકલવા છે અને પગાર ગરીબ બાળકોને ભણાવી ને લેવો છે.સરકારી શાળામાં બધે જ ખરાબ કામ થતું હોય એવું નથી ઘણી બધી એવી શાળાઓ છે કે જે પ્રાઇવેટ શાળાને પણ ટક્કર આપે છે. વાત આપણી માનસિકતા ની છે.જો ભણેલો માણસ પણ પોતાના બાળકને પ્રાઇવેટ શાળામાં મોકલશે તો સરકારી શાળા માત્ર ગરીબ બાળકો માટે રહી જાશે. હમણાં એક વાર ગાડીમાં એક શિક્ષિકા બેન ને મે પોતાના બાળકની ફરિયાદ પ્રાઇવેટ શાળાના શિક્ષકોને ફોન કરીને કરતાં જોયા. તેમની વાત પરથી લાગ્યું કે તેઓ બહુ જ ગુસ્સામાં હતા. મને નવાઈ લાગી કે આ બહેનશ્રી જેટલું ધ્યાન અને ચિંતા પોતાના બાળક માટે કરે છે એટલી ચિંતા પોતાના વર્ગના બાળકોની કરતા હોય તો..? આપણા બાળકો આનંદ થી રહે છે તેનું કારણ આપણી નોકરી છે અને તે નોકરી આ ગરીબ બાળકોને લીધે છે. પહેલાં આપણે આપણી ફરજ બજાવવી જોવે....

Gujarati Thought by Suresh Thakor : 111068074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now