રોજ સાંજ સવારે મળાતુ નથી
હવે વાર તહેવારે મળાતુ નથી
મઝધારે મળવા ના કોલ હતા
આજે જુઓ કિનારે મળાતુ નથી
એ ચાલ્યા ગયા બીજા ને મળવા
એને એના જ દ્વારે મળાતુ નથી
તુ ચાંદ છે હુ દરિયા થી કમ નથીં
સહેજ એનાથી વધારે મળાતુ નથી
મદિરાલય કે ઉપવને જાય દિવાના
આપને જ્યારે જ્યારે મળાતુ નથી
જુલ્ફો છુપાવે કેવી રીતે મિલન
ચાંદ ને કાંઈ અંધારે મળાતુ નથી