મુજ હૈયામાં સમાયેલું છે વતન
ધબકારા મા વણાયેલુ છે વતન
આભ કેસરી ,ભૂમિ હરિયાળી
શ્ર્વેત ક્ષિતિજે રંગાયેલુ છે વતન
હવા આવે,પ્યારો ઝંડો લહેરાવે
શ્ર્વાસોચ્છવાસે ફેલાયેલું છે વતન
માટી માટે માથા આપે,મરી ફીટે
શહિદ રકત થી સિંચાયેલુ છે વતન
રકત ના કણ કણ મા મહેકે દેશપ્રમ
જન્મ-મરણ સુધી છવાયેલુ વતન
કૃષક ના પ્રસ્વેદે,સૈનિક ના રુધિરે
ગુલાબ સરખું ખીલેલું છે વતન