સમય
સમય વીતી જાય છે , સમય ની રાહ મા કે ,
સમય કયા ગયો સમય જ નથી જાણતો
વાત હતી નાની ને સ્વરૂપ થઈ ગયું મોટું,
તારી સાથે વિતાવેલી પળો જ ક્યાં વહી જાય છે તે જ નથી જાણતો ,
જાણ્યે અજાણ્યે કોઈ ના દિલ પર હક જમાવી બેઠો તો ,
પણ એ જ દિલ કયા વહી ગયું એ જ નથી જાણતો
ઘાસ પર બાઝેલી બુંદો નથી જાણતી કે મુલાકાત ક્યારે થશે,
મારો જ પડછાયો મારા થી વિખૂટો ક્યારે થયો તે જ નથી જાણતો,
પળ વારમાં બંધાયેલા સબંધો , પળ વારમાં તૂટી ગયા
શુ થયું આ પળ ને એની વાત જ નથી જાણતો .....