જો હું લખું અને તું વાંચે
અંધારી સાંજમાં તારા અવાજ ના રણકાર ગુંજે
દિવે થી થતું અજવાળું જોવે
હું લખું ને તું વાંચે
પગરવ ન હતો કોઈ નો આથમતા દરવાજે
જોઈને જાગુ હું ઉગમણે દરવાજે
તણખલું ઉડયું ને તું જોવે
હું લખું અને તું વાંચે
નથી હોતા પુરાવા ખૂટતી જિંદગીના આજે
કોણ જોવે છે મન ને આજે
હું લખું અને તું વાંચે
જીવી જિંદગી જીવવા ને કાજે
હું લખું અને તું વાંચે
હર્ષા દલવાડી(તનુ)