વહેલી સવારે મને તારી યાદ આવે છે,
ગણિત ભૂલાવી તારી વાત આવે છે,
સંકલન વિકલન હજુય નથી ફાવ્યું મને પણ
એ શીખવાનીય ખુબ મજા આવે છે,
limit continuityમાં આજે ગૂંચવાઉં
તો તારી સાથેની સવાર યાદ આવે છે,
exact equation તો આવડ્યું મને
પણ એમાં વળી condition આવે છે,
સાબિતી એની તો મળશે મને પણ
તારા શબ્દો ક્યાં મારે સાથ આવે છે,
સાંભળનાર કોઈ છે જ નહી મને બાકી
અવનવું નઝરમાં ગણિત રોજ આવે છે,
સ્થિતી મારી પેલાં અનોખા શુન્ય જેવી
સાથે ક્યાં મારી ઋણ કે ધન આવે છે,
પણ સાચુ કહું તો મને તારી યાદ આવે છે
જ્યારે મારા વખાણમાં તારી વાત આવે છે,
ગણિત મને ગમે છે બચપણથી ને એમાં
તારી Definitions મને સ્વાદ લાગે છે,
છોડીશ નહિ હું ગણિતને ક્યારેય
કેમકે એમાં perfect સ્થાન આવે છે...
મારો પહેલો પ્રેમ ગણિત નથી
તારી યાદ છે...