ચાલો થોડું ખુશ થતા શીખીએ
બહુ જિંદગીની લડાઈઓ લડી
હવે નાની બાબતો માં પણ ખુશ થતા શીખીએ
આવી મુશ્કેલીઓ તો અનેક
એને પણ આનંદ થી હરાવી જઈએ
ચાલો થોડું ખુશ થતા શીખીએ....
પરિસ્થિતિ ખરાબ ઘણા ની છે અધિક આપણા થી
ભૂખમરા થી મોટી તો નથી આપત્તિ આપણી
હલાવી નાખીએ આપત્તિ ને
બસ શરીર ને માથું ઢાંકી લઈએ
ચાલો થોડું ખુશ થતા શીખીએ....
કાગ નો વાઘ કરવા કરતાં
વાઘ નો કાગ કરતા શીખીએ
જીતી જઈએ કિસ્મત ને જિંદગી સામે
બસ હવે રડ્યા વિના હાર પણ જીતી જઈએ
ચાલો થોડું ખુશ થતા શીખીએ....
--પર્લ મહેતા