યાદ છે સખા ?
યાદ છે સખા આપણે પગદંડી પર ચાલતા.
પર્વતની ટોચ થી ટાયરમા બેસી લપસતાં.
શિયાળે અને વર્ષા ઋતુમાં જંગલમાં ફરતાં.
શિયાળે બોરડીના ખાટાં મીઠાં બોર ખાતા.
ચોમાસાનાં વરસાદમાં નદી પટ ભટકતા.
વડની વડવાઈઓ એ વાંદરા બની લટકતાં.
અંને જો કોઈ પડે કેવા ખિલખિલાટ હસતા.
વાગ્યું હોય જો વધારે તો ઘેર જઈને રડતાં.
મીઠી અને ખાટી આંબલી ખાવા બપોરે જતાં.
ક્યારેક કેરી તો નાળિયેરી પથ્થરનાં ઘા ઝીંકતા.
શાળા એ ભેગા જતાં ભેગા હળીમળીને જમતાં.
લેશન પૂરું કરી કેટલુ આપણે જોળે રમતાં.
"નર" હવે એ બધાને ઓનલાઇન મળે સોધતા