Gujarati Quote in Whatsapp-Status by Alkesh Chavda Anurag

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી વ્હાલી મમ્મી...

આ પત્રના સીમિત શબ્દોમાં તારું વિરાટ અને મહાન વ્યક્તિત્વ શબ્દો થકી આલેખવું અશક્ય છે... જગતપિતાથી પણ અધિક ઉપકારી હે માતા તારી નામના વર્ણવવા મારી ભીતર જે લાગણીનો ઉન્માદ હિલોળા લઈ રહ્યો છે એ હુંજ નહીં, દુનિયાના કોઈ લેખક કે કવિના શબ્દકોશમાં પણ એ શબ્દો મળવા મુશ્કેલ છે...

છતાં હું તારી મહાનતા વર્ણવું જેમાં મૂર્ત રૂપે દેખાતા શબ્દોમાં વિલીન તારો ઈશ્વરીય આભાસ હે મા તારા સિવાય કદાચ કોઈ વાંચી પણ ન શકે...

મારા જીવનમાં તારા ત્યાગ અને સમર્પણને દુનિયા સમક્ષ ઉજાગર કરવા મારી પાસે કોઈ રૂપક કે ઉપમા ની ભાષા નથી માટે માત્ર એટલુંજ કહી શકું કે... હું એટલે તારો જ એક અંશ...

તારા ઉપકારોને જો હિમાલય સાથે સરખાવું તો એ ગિરિવર પણ વામન પુરવાર થાય.

તારી મમતાને જો સાકર સમ મીઠી કહું તો કદાચ સાકરની મીઠાશ પણ મોળી સાબિત થાય...

મારી વ્હાલી મમ્મી, હું તો એટલા સુધી કહીશ કે...
જો તને પરમેશ્વરની ઉપમા આપું તો પણ તારી સાથે બેઇમાનીજ ગણાશે, કારણ સ્વયં જગતપિતા પણ તારો પાવન પ્યાર પામવા તારા થકીજ ધરા પર અવતરી શકે છે...

પ્યારી મમ્મી હું જે છેલ્લે લખી રહ્યો છું એ કદાચ તારા વિના બીજું કોઈ સમજી પણ નહીં શકે કે...

"ભગવાનને ભજવાથી તું મળી જાય એ એક સંભાવના છે, પણ હે મા તને ભજવાથી ભગવાન મળે એ એક વાસ્તવિકતા છે..."

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'



Download શબ્દ સંજીવની, to read latest update
Android:- https://goo.gl/eG8aKD

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111064432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now