કસાઈવાડે
રડતો જીવ, દયા
અદ્રશ્યમાન !
* * *
કર દયા; હે
માનવ, વૃક્ષ પર
રડતો રસ્તો..
* * *
સજ્જન માંગે
પ્રભુ...દે દાન દયા
સાચી અમીરી !
* * *
રોજ રાત્રિએ
દયા યાચતું 'ફૂલ'
ચુંથાવું નહિ.
* * *
દયા વિહોણો
માનવ ,બન્યો આજ
સર્વભક્ષી રે !
* * *
પાંજરે પક્ષી
ગીત ગાતું દયાના
પ્રિય આઝાદી.
* * *
ખરતું પર્ણ
પાનખર સાચવે
છે દયાભાવ .
* * *
રુદન કરે
કાંખઘોડી, ના જોવા
એ દયાભાવ.
- તન્વી કે ટંડેલ.