હું તને જોઉં તો લાગે કે
મારી આંખો હસી ઉઠે છે.....
પણ...... જયારે. ...
તું મને જોવે તો લાગે કે
મારી જાત મહેકી ઉઠે છે.....
હું તને જોઉં તો લાગે કે
મારા ધબકાર સાથે ઉછળી રહી છું......
પણ......જયારે. ....
તું મને જોવે છે તો લાગે કે
જાણે ખરા અર્થમાં હું જીવી રહી છું.....
હું તને જોઉં તો લાગે કે
બસ આંખથી પીધા જ કરું હું તને......
પણ. ....જયારે. ...
તું મને જોવે તો લાગે કે
જાણે પૂર્ણરૂપે સ્વીકારી લીધી તે મને.....
હું તને જોઉં તો લાગે કે
'મીરાં' બનીને સમાય જાવ હું તારામાં.....
અને. ....જયારે. ....
તું મને જોવે તો લાગે કે
'રાધા' બની સમાવી લઉં તને મારામાં