જીંદગી ના કંઈક વહાણ વીતી ગયા છે,
અમે લોકો ને બદલાતા જોયા છે.
કૈક ખોટુ બોલે છે તોલી તોલી ને,
સાચા લોકો ને ઠોકરો ખાતા જોયા છે,
પૈસા ના સગા સહુ, નિમંત્રણ વગર ધરે જતા જોયા છે,
ગરીબ ને ઠોકરો આપનાર ઈ માણસો અમે જોયા છે.
ફેસ બુક અને વોટસપ પર કંઈક ટાઈમપાસ દોસ્ત જોયા છે,
દિલોજાન દોસ્ત માટે જાન આપનાર દોસ્ત ને અમે જોયા છે.
કંઈક બથઁડે ના ફતવા અને રેસ્ટોરન્ટ ની મોંધી ટીપ આપનાર જોયા છે,
લોહી ની સગાઈ તોડનાર ઈ માણસો અમે જોયા છે.
નથી સમય અમારી પાસે ઇ કહેનારા છોકરાઓ જોયા છે,
વડીલોને ધરે માથી હાકનારા માણસો અમે જોયા છે.
કામ પડે તો યાદ કરે એવા માણસો જોયા છે,
માંદગી ખબર પૂછવા ન આવે એવા માણસો જોયા છે.
જીંદગી ના કંઈક વહાણ વીતી ગયા છે,
અમે લોકો ને બદલાતા જોયા છે.