કોઈ શબ્દોથી નહીં પણ આંખથી વંચાય પપ્પા ...
મને વહેતી હવાની જેમ સ્પર્શ કરી જાય પપ્પા ...
આમ તો દિલમાં રહે ને શ્ર્વાસ માં પડઘાય પપ્પા ...
કામમાં ને કામમાં જ્યાં આટલા અકળાય પપ્પા ...
સાંજના ઘરે આવી તો મમ્મી માટે ગાય પપ્પા ...
દિકરી ના લગ્ન સમયે આંસુથી છલકાઈ પપ્પા ...
દિકરો જોડે રહે ના ,ત્યારથી રૂંધાય પપ્પા ...
બોલવા ભગવાન જાઉં ને બોલાઈ જાય પપ્પા ...