માછલી ની આંખ વીંધાયા પછી ની વાત છે..
દ્રોપદી ના ભાગ્ય ની વ્હેંચાઇ એક-એક રાત છે...!!
ભીખ માંગી ને જીવવું..કે દાન આપી નેં ઝુઝંવુ..
યુધ્ધ અર્જુન જીતશે... એ કર્ણ ની ખેરાત છે..!
ધર્મ સાથે ચાલવુ કે ન્યાય ની પંથે રહુ..?
એક બાજુ ભાત્રુઓ થી ભીષ્મ ને આઘાત છે..
હુ પગે તારી તરફ છું ને મસ્તકે એની તરફ..
અંદર-અંદર હસું છુ ક્રુષ્ણ મારી જાત છે...!!
જય ભૂતનાથ