સવાર પડી મને તારી યાદ આવી..!
ખબર ન પડી શું થયુ ! બસ મને તારી યાદ આવી
એ તારી અણીયાળી આંખો ને મદમસ્ત જોબન,
તારી એ ખુબસુરત હોઠો ની હસી યાદ આવી,
તારી લહેરાતી ઝુલ્ફો ને તીખી એ નજર,
પગની પાયલ ને ધીરી તારી ચાલ યાદ આવી,
સવાર પડી મને તારી યાદ આવી,
તારી એક ઝલક જ્યારે જ્યારે સામે આવી,
ખબર ન પડી શું થયુ ! બસ મને તારી યાદ આવી
તને મારી યાદ આવી ? નથી ખબર એ વાત મને
બસ સવાર પડી ને મને ઈશાની' તારી યાદ આવી.
લિ. પારસ પંડ્યા